Home II Result of SSC II Photo gallery II Staff list II About G.J.S.M (School) II About C.V.M II About V.V.Nagar II School Map II Contect us |
|
|
||
|
અતીત અને આજ...
ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે આદરેલ વિધાનગરના નિર્માણમાં ગો. જો. શારદામંદિર એ સ્થાપના કાળની પ્રથમ માધ્યમિક શાળા છે. વિધાનગરની ભાતીગળ શિક્ષણવાડીને વધુ પલ્લવિત કરવા પૂ. ભાઈકાકાએ દેશ-દેશાવરમાં નાખેલ ટહેલના પરિણામ સ્વરૂપે રંગૂન સ્થિત ચરોતરના અગ્રગણ્ય ચહાના વેપારી શ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલ પ્રભાવિત થયા છે. તેમની ઉદાર સખાવતથી ગો. જો. શારદામંદિર પ્રથમ માધ્યમિક શાળા આકાર પામી. સુણાવના આ વિધાપ્રેમી અને દાનવીર પાટીદારને કારણે ઈ.સ. 1949 થી આ શાળા કાર્યરત થઈ. સંવત 2006 નાં અષાઢ સુધી ત્રીજને રવિવારે ભગવાન આદિત્યની સાક્ષીએ મુંબઈ રાજ્યના તત્કાલીન જાહેર બાંધકામ ખાતાના પ્રધાન ડૉ. જીવરાજ મહેતાના કરકમળોથી આ શાળાની શિક્ષણયાત્રા શરૂ થઈ. પ્રારંભકાળે મિશ્રશાળા અને ત્યારબાદ 1970 થી કન્યાશાળા તરીકે આ શાળાએ આજ સુધી ઘણા તેજસ્વી નરરત્નો અને વિરલ વ્યક્તિત્વવાળી કન્યાઓ ચરોતરને પ્રદાન કરી છે. ભારતીય ટેલીકોમ્યુનિકેશનના પરિવર્તનના પરિવ્રાજક સામ પિત્રોડા આ શાળાના વિધાર્થી હોવાનું ગૌરવ અમને છે. આવી અનેકાનેક પ્રતિભાશાળી વિભૂતિઓ અમારી શાળાએ રાષ્ટ્ર અને વિશ્ર્વના તંખા પર મૂકી છે. આજે પણ વિધાર્થીઓના સર્વતોમુખી વિકાસ માટે શાળાનું પર્યાવરળ શૈક્ષણિક ગતિવિધિઓ અને સારસ્વતોને સાનુકૂળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. અનુશાસન, અનુશીલન, અનુષ્ઠેય પ્રવૃતિઓ અભ્યાસને અનુસ્યૂત છે. બાળાઓને પ્રવેશ દ્રારમાં પગ મૂકતાં જ પરિવાર ભાવનાની અનુભૂતિ થાય છે. નિ:સંકોચ, નીડર, નિશ્ર્વય અને નિર્ણાયક ઢબે અધ્યેતા-અધ્યાપક સાથી જ્ઞેયગોષ્ઠિ કરે છે. તત્પરતા,તલ્લીનતા અને તન્મયતા સાથે શાલેય સાંધિક પ્રવૃતિઓમાં સક્રિય રહે છે ને તન-મનને વધુ સમૃદ્ર, સબળ અને સુયોગ્ય બનાવે છે. |
||
| Copyright © 2011 gjshardamandir.edu.in All Rights Reserved. |